કેસરી મગફળી (Kesari Groundnut)

પ્રકાર: પ્રમાણિત મગફળી

Kesari Groundnut

ખાતર (Fertilizer)

  • મગફળીનું સારૂં ઉત્પાદન લેવા માટે જમીન તૈયાર કરતી વખતે હેક્ટરે ૮ થી ૧૦ ટન છાણીયું ખાતર આપવું.
  • જો છાણીયું ખાતર ન મળે તો હેક્ટરે ૫૦૦ કિ.ગ્રા. દિવલીનો ખોળ અથવા ૨.૫ ટન અળસિયાનું ખાતર આપવું.
  • ગૌમુત્ર ૧૦% અને પંચગવ્ય ૩% નો ૪૫ અને ૬૦ દિવસે છાંટવાથી પાકની વૃધ્ધિ સારી થાય છે.

આંતરખેડ અને નિંદામણ

  • પાકને પ્રથમ દોઢ મહિના સુધી નીંદણમુક્ત રાખવો. વાવણી પછી ૨૦ અને ૪૦ દિવસે આંતરખેડ અને હાથ નિંદામણ કરવું.
  • ઘઉંના પરાળને રોટાવેટરથી જમીનમાં ભેળવવાથી અસરકારક નીંદણ થાય છે.

બીજ માવજત (Seed Treatment)

  • વાવતા પહેલા બીજને રાઈઝોબિયમ અને ફોસ્ફેટ કલ્ચરનો પટ આપવો.
  • થડના કોહવારા રોગ માટે ૧ કિ.ગ્રા. બીજ દીઠ ૧૦ ગ્રામ ટ્રાયકોડરમાં વિરીડી પાવડરની માવજત આપવી.

પિયત અને આંતરપાકો

  • ફૂલ આવવા અને ડોડવાના વિકાસ સમયે જો ભેજની ખેંચ જણાય તો ફુવારા પધ્ધતિથી પૂરક પિયત આપવું.
  • તુવેર, કપાસ અથવા એરંડા સાથે આંતરપાક લેવાથી ખેતીનું જોખમ ઘટાડી શકાય છે.

રોગ અને જીવાત નિયંત્રણ

  • થ્રીપ્સ માટે લીંબોળીના મીંજનું ૫% અથવા સીતાફળીના પાનનો અર્ક ૫% છાંટવો.
  • પાનના ટપકાં માટે લીમડાના ૧% દ્રાવણનો છંટકાવ ૩૦, ૫૦ અને ૭૦ દિવસે કરવો.

કાપણી અને સંગ્રહ

  • સમયસર કાપણી કરી ગ્રેડીંગ અને સફાઈ કરવી.
  • બિયારણ જાળવણી માટે ફુદીના પાવડરનો ૨.૫% પ્રમાણે ઉપયોગ કરવો.