કસ્તૂરી-૪૧ (Kasturi-41)

પ્રકાર: વેલડી મગફળી

Kasturi-41 Groundnut

વાવેતર સમય

  • જો આગોતરું વાવેતર કરવું હોય, તો મે મહિનાના છેલ્લા અઠવાડિયાથી જૂનના પ્રથમ અઠવાડિયા સુધીમાં પિયત આપીને વાવણી કરવી.

વાવણી અંતર અને દર

  • બે ચાસ વચ્ચે ૭૫ સે.મી. અને છોડ વચ્ચે ૧૦ થી ૧૫ સે.મી. અંતર રાખવું.
  • બિયારણનો દર ૧૦૦-૧૧૦ કિ.ગ્રા./હેક્ટર રાખવો.

ખાતર (Fertilizer)

  • મગફળીનું સારૂં ઉત્પાદન લેવા માટે જમીન તૈયાર કરતી વખતે હેક્ટરે ૮ થી ૧૦ ટન સારૂં કોહવાયેલું ગળતીયું છાણીયું ખાતર આપવું જોઈએ.
  • જો ગળતીયું છાણીયું ખાતર ન મળે તો હેક્ટરે ૫૦૦ કિ.ગ્રા. દિવલીનો ખોળ અથવા ૨.૫ ટન અળસિયાનું ખાતર આપવું.
  • ગૌમુત્ર ૧૦% અને પંચગવ્ય ૩% નો ૪૫ અને ૬૦ દિવસે છાંટવાથી પાકની વૃધ્ધિ સારી થાય છે.

આંતરખેડ અને નિંદામણ

  • પાકને પ્રથમ દોઢ મહિના સુધી નીંદણમુક્ત રાખવો. વાવણી પછી ૨૦ અને ૪૦ દિવસે આંતરખેડ અને હાથ નિંદામણ કરવું.
  • ઘઉંના પરાળને રોટાવેટરથી જમીનમાં ભેળવવાથી અસરકારક નીંદણ થાય તેમજ ફળદ્રુપતા વધે છે.

પિયત અને આંતરપાકો

  • ફૂલ આવવા અને ડોડવાના વિકાસ સમયે જો ભેજની ખેંચ જણાય તો ફુવારા પધ્ધતિથી પૂરક પિયત આપવું.
  • વેલડી મગફળીનું ૯૦ સે.મી. ના અંતરે વાવેતર કરી વચ્ચે સૂર્યમુખીની એક હાર કરી શકાય છે.

જીવાત અને રોગ નિયંત્રણ

  • ડોડવા કોરી ખાનાર ઈયળ માટે પાક ૫૫ દિવસનો થાય ત્યારે જમીનમાં કરંજ કે દિવેલાનો ખોળ (૨૫૦ કિ.ગ્રા./હે.) નાખવો.
  • થ્રીપ્સ માટે લીંબોળીના મીંજનું ૫% અથવા સીતાફળીના પાનનો અર્ક ૫% છાંટવો.
  • મોલો-મશી માટે એફીડ ઈન્ડેક્ષ ૧.૫ એ પહોંચતા જૈવિક દવાનો છંટકાવ કરવો.

કાપણી અને સંગ્રહ

  • વેલડી જાતને કરબ મારીને છોડ ભેગા કરવા અને નાના ઢગલામાં એક અઠવાડિયું સૂકવવા.
  • ડોડવામાં ૮% થી વધુ ભેજ ન રહે ત્યારે જ ગ્રેડીંગ અને સફાઈ કરી સંગ્રહ કરવો.
  • બિયારણ માટે ફુદીનાના પાનનો પાવડર ૨.૫% પ્રમાણે ભેળવી સંગ્રહ કરવો.