કસ્તૂરી-૩૮ (Kasturi-38)
પ્રકાર: ઉભડી મગફળી
વાવણી વિગતો
- ૪૫ x ૭.૫-૧૦ સે.મી. ના અંતરે ૧૦૦-૧૨૦ કિ.ગ્રા. બિયારણથી વાવણી કરવી.
રોગ નિયંત્રણ
- ઉગસૂક રોગ માટે સ્યુડોમોનાસ ફલ્યુરેસન્સ ૫ ગ્રામ પ્રતિ કિલો બીજ મુજબ પટ આપવો.
- પાનના ટપકાં માટે ૧% લીમડાના પાનનો રસ ૩૦, ૫૦ અને ૭૦ દિવસે છાંટવો.
ખાતર (Fertilizer)
- જો છાણીયું ખાતર ન હોય તો ૨.૫ ટન અળસિયાનું ખાતર અથવા ૫૦૦ કિ.ગ્રા. દિવલીનો ખોળ આપવો.
- મગફળીનું સારૂં ઉત્પાદન લેવા માટે હેક્ટરે ૮ થી ૧૦ ટન સારૂં કોહવાયેલું છાણીયું ખાતર આપવું જોઈએ.
- ૪૫ અને ૬૦ દિવસે ૧0% ગૌમૂત્ર અને ૩% પંચગવ્યનો છંટકાવ કરવાથી વૃધ્ધિ સારી થાય છે.
આંતરખેડ અને નિંદામણ
- પાકને પ્રથમ દોઢ મહિના સુધી નીંદણમુક્ત રાખવો. વાવણી પછી ૨૦ અને ૪૦ દિવસે આંતરખેડ અને હાથ નિંદામણ કરવું.
રોગ અને જીવાત નિયંત્રણ
- ઉગસૂક રોગ માટે સ્યુડોમોનાસ ફલ્યુરેસન્સ ૫ ગ્રામ પ્રતિ કિલો બીજ મુજબ પટ આપવો.
- પાનના ટપકાં માટે ૧% લીમડાના પાનનો રસ ૩૦, ૫૦ અને ૭૦ દિવસે છાંટવો.
- થ્રીપ્સ માટે લીંબોળીના મીંજનું ૫% દ્રાવણનો છંટકાવ કરવો.
પિયત અને આંતરપાકો
- જો ડોડવામાં દાણાંના વિકાસ સમયે ભેજની ખેંચ જણાય તો ફુવારા પધ્ધતિથી પૂરક પિયત આપવું.
- ઉભડી મગફળી સાથે એરંડા અથવા તુવેરને ૩:૧ ના પ્રમાણમાં વાવવાથી વધુ વળતર મળે છે.
કાપણી અને સંગ્રહ
- ઉભડી જાત હાથથી ઉપાડી લેવી. સંગ્રહ માટે બિયારણમાં ૨.૫% ફૂદીનાના પાનનો પાવડર ભેળવવો.
- ડોડવામાં ૮% થી વધુ ભેજ ન રહે ત્યારે જ ગ્રેડીંગ અને સફાઈ કરી સંગ્રહ કરવો.