કસ્તૂરી-૩૭ (Kasturi-37)
પ્રકાર: ઉભડી મગફળી
વાવણી
- ચાસ વચ્ચે ૪૫ સે.મી. અંતર અને હેક્ટરે ૧૦૦-૧૨૦ કિ.ગ્રા. બિયારણ.
બીજ અને જમીન માવજત
- થડના સડા માટે ટ્રાયફોડર્મા પાવડર ૧૦ ગ્રામ/કિ.ગ્રા. બીજ પટ આપવો.
- વાવણી સમયે ૨.૫ કિ.ગ્રા. ટ્રાયફોડર્મા ૩૦૦ કિ.ગ્રા. ગળતીયા ખાતરમાં ભેળવી ચાસમાં આપવું.
ખાતર (Fertilizer)
- મગફળીનું સારૂં ઉત્પાદન લેવા માટે જમીન તૈયાર કરતી વખતે હેક્ટરે ૮ થી ૧૦ ટન ગળતીયું છાણીયું ખાતર આપવું.
- ઝીંક અને ફેરસની ઉણપવાળી જમીનમાં ૩.૫% દરિયાઈ શેવાળ પ્રવાહી ખાતર ૧૫, ૩૦ અને ૪૫ દિવસે છાંટવું.
- ગૌમુત્ર ૧૦% અને પંચગવ્ય ૩% નો છંટકાવ કરવાથી પાકની વૃધ્ધિ સારી થાય છે.
આંતરખેડ અને નિંદામણ
- પાકને પ્રથમ દોઢ મહિના સુધી નીંદણમુક્ત રાખવો. ૨૦ અને ૪૦ દિવસે આંતરખેડ અને હાથ નિંદામણ કરવું.
રોગ અને જીવાત નિયંત્રણ
- થડના સડા માટે ટ્રાયફોડર્મા પાવડર ૧૦ ગ્રામ/કિ.ગ્રા. બીજ પટ આપવો અથવા વાવણી સમયે ખાતર સાથે આપવો.
- થ્રીપ્સના ઉપદ્રવમાં લીંબોળીના મીંજનું ૫% દ્રાવણ છાંટવું.
- પાનના ટપકાં માટે લીમડાના ૧% દ્રાવણનો ઉપયોગ કરવો.
પિયત અને આંતરપાકો
- ડોડવામાં દાણાંના વિકાસ સમયે જો ભેજની ખેંચ જણાવ તો પૂરક પિયત આપવાથી સારું ઉત્પાદન મેળવી શકાય છે.
- ઉભડી મગફળી સાથે એરંડા અથવા તુવેરને ૩:૧ ના પ્રમાણમાં વાવવાની ભલામણ છે.
કાપણી અને સંગ્રહ
- ૧૧૦-૧૧૫ દિવસે તૈયાર થાય ત્યારે હાથથી ઉપાડી લેવી. સંગ્રહ માટે ગ્રેડીંગ કરી સાફ કરી કોથળામાં ભરવા.
- બિયારણ માટે ફુદીના પાવડરનો ૨.૫% પ્રમાણે ઉપયોગ કરવો.