કસ્તૂરી-૨૨ (Kasturi-22)
પ્રકાર: અર્ધવેલડી મગફળી
વાવણી અંતર અને દર
- ચાસ વચ્ચે ૬૦ સે.મી. અને છોડ વચ્ચે ૧૦ સે.મી. અંતર રાખવું.
- બિયારણ દર ૧૨૦ કિ.ગ્રા./હેક્ટર.
ખાતર અને પાક પદ્ધતિ
- મગફળી-લસણ પાક પદ્ધતિ હોય તો મગફળીમાં ૨.૫ ટન છાણીયું ખાતર આપવું.
ખાતર (Fertilizer)
- મગફળી-લસણ પાક પધ્ધતિમાં મગફળીમાં ૨.૫ ટન તથા લસણમાં ૧૦ ટન છાણીયું ખાતર પ્રતિ હેક્ટરે આપવુ.
- ગૌમુત્ર ૧૦% અને પંચગવ્ય ૩% ના છંટકાવથી પાકની વૃધ્ધિ અને પ્રતિરોધકતા વધે છે.
આંતરખેડ અને નિંદામણ
- વાવણી પછી ૨૦ અને ૪૦ દિવસે આંતરખેડ અને હાથ નિંદામણ કરવા. ત્યારબાદ સુયા બેસવાની અવસ્થાએ આંતરખેડ કરવી નહીં.
રોગ અને જીવાત નિયંત્રણ
- ગંઠવા કૃમિ માટે એરંડી, રાયડા કે લીંબોડીનો ખોળ ૧ ટન પ્રતિ હેક્ટર વાવણીના ૨-૩ દિવસ પહેલા જમીનમાં આપવો.
- મોલો-મશીનો આંક ૧.૫ એ પહોંચે ત્યારે જૈવિક દવાનો છંટકાવ કરવો.
- થડના સડા માટે ટ્રાયફોડર્મા ૧૦ ગ્રામ/કિ.ગ્રા. બીજ પટ આપવો.
પિયત અને આંતરપાકો
- પરંતુ જો ફૂલ આવવા, સુયા ઉતરવા અને ડોડવામાં દાણાંના વિકાસ થવાની અવસ્થાએ વરસાદ ન હોય તો પૂરક પિયત આપવું.
- ૯.૬ મીટરના અંતરે વાવેતર કરેલ ગ્લીરીસીડીયાના એલે ક્રોપમાં મગફળીનું વાવેતર કરી શકાય.
કાપણી અને સંગ્રહ
- વેલડી/અર્ધવેલડી જાતોને કરબ મારી એક અઠવાડિયું સૂકવવા.
- ડોડવામાં ૮% થી વધુ ભેજ ન રહે ત્યારે થ્રેસરમાં નાખી ગ્રેડીંગ કરવું.
- બિયારણ જાળવણી માટે ફુદીના પાવડરનો ૨.૫% પ્રમાણે ઉપયોગ કરવો.