કસ્તૂરી-૨૦ (Kasturi-20)

પ્રકાર: અર્ધવેલડી મગફળી

Kasturi-20 Groundnut

વાવણી અને ખાતર

  • ૬૦ x ૧૦ સે.મી. ના અંતરે ૧૨૦ કિ.ગ્રા. બિયારણથી વાવણી કરવી.
  • હેક્ટરે ૮ થી ૧૦ ટન છાણીયું ખાતર આપવું. જો ન મળે તો ૨.૫ ટન અળસિયાનું ખાતર વાપરવું.
  • ગૌમુત્ર ૧૦% અને પંચગવ્ય ૩% ના છંટકાવથી પાકની ગુણવત્તામાં સુધારો થાય છે.

આંતરખેડ અને નિંદામણ

  • સુયા બેસવાની અવસ્થાએ આંતરખેડ કરવી નહીં. પ્રથમ આંતરખેડ ૨૦ દિવસે અને બીજી ૪૦ દિવસે કરવી.

રોગ અને જીવાત નિયંત્રણ

  • પાનના ટપકાં માટે લીમડાના ૧% દ્રાવણનો ૩૦, ૫૦ અને ૭૦ દિવસે છંટકાવ કરવો.
  • સફેદ ધૈણના નિયંત્રણ માટે ઉનાળામાં ઉંડી ખેડ કરવી અને પ્રકાશ પિંજર ગોઠવવા.
  • થડનો સડા અટકાવવા ટ્રાયફોડર્મા ૧૦ ગ્રામ/કિ.ગ્રા. બીજ પટ આપવો.

પિયત અને આંતરપાકો

  • ફૂલ આવવા અને સુયા ઉતરવાની અવસ્થાએ જમીનમાં ભેજ જાળવી રાખવા પૂરક પિયત આપવું.
  • આડી મગફળીમાં છેલ્લી આંતરખેડ પછી તુવેરનું મગફળીની બે હાર વચ્ચે વાવેતર કરી શકાય.

કાપણી અને સંગ્રહ

  • કાપણી પછી ડોડવાને નાના ઢગલામાં એક અઠવાડિયું સૂકવવા જેથી ભેજનું પ્રમાણ ૮% સુધી ઘટે.
  • બિયારણ સંગ્રહ માટે ૨.૫% ફુદીના પાવડરનો ઉપયોગ કરવો.