કસ્તૂરી-૧૧ (Kasturi-11)
પ્રકાર: વેલડી મગફળી
વાવણી સમય અને અંતર
- જૂન માસના બીજા પખવાડિયામાં (૧૫-૩૦ જૂન) વરસાદ થાય તો વાવણી કરવી.
- ૭૫ x ૧૦-૧૫ સે.મી. ના અંતરે ૧૦૦-૧૧૦ કિ.ગ્રા. બિયારણ.
ખાતર (Fertilizer)
- મગફળી-ઘઉં પાક પધ્ધતિમાં મગફળીમાં ૨.૫ટન અને ઘઉંમાં ૨૪ ટન છાણીયું ખાતર પ્રતિ હેકટરે આપવું.
- ગૌમુત્ર ૧૦% અને પંચગવ્ય ૩% નો ૪૫ અને ૬૦ દિવસે પાન ઉપર છંટકાવ કરવાથી પાકની વૃધ્ધિ સારી થાય છે.
આંતરખેડ અને નિંદામણ
- પ્રથમ દોઢ મહિના સુધી નીંદણમુક્ત રાખવો. ૨૦ અને ૪૦ દિવસે આંતરખેડ અને હાથ નિંદામણ કરવા.
રોગ અને જીવાત નિયંત્રણ
- થ્રીપ્સ માટે લીંબોળીના મીંજનું ૫% અથવા સીતાફળીના પાનનો અર્ક ૫% દ્રાવણનો છંટકાવ કરવો.
- પાનના ટપકાં માટે લીમડાના તાજા પાનના ૧% દ્રાવણનો છંટકાવ ૩૦, ૫૦ અને ૭૦ દિવસે કરવો.
પિયત અને આંતરપાકો
- ફૂલ આવવા અને સુયા ઉતરવાની અવસ્થાએ વરસાદ ન હોય તો પૂરક પિયત આપવાથી સારું ઉત્પાદન મેળવી શકાય છે.
- વેલડી જાતનું ૯૦ સે. મી. ના અંતરે વાવેતર કરી વચ્ચે સૂર્યમુખીની એક હાર કરવી.
કાપણી અને સંગ્રહ
- વેલડી જાતને કરબ મારી એક અઠવાડિયું સૂકવવા. ડોડવામાં ૮% થી વધુ ભેજ ન રહે ત્યારે સંગ્રહ કરવો.
- બિયારણ માટે ફુદીનાના પાનનો પાવડર ૨.૫% પ્રમાણે ભેળવી રાખવો.