કસ્તૂરી-૦૯ (Kasturi-09)
પ્રકાર: ઉભડી મગફળી
વાવણી વિગતો
- ૪૫ x ૭.૫-૧૦ સે.મી. ના અંતરે ૧૦૦-૧૨૦ કિ.ગ્રા. બિયારણ.
- રાઈઝોબિયમ અને ફોસ્ફેટ કલ્ચરનો પટ વાવણી પહેલા અવશ્ય આપવો.
ખાતર (Fertilizer)
- હેક્ટરે ૮ થી ૧૦ ટન છાણીયું ખાતર આપવું.
- ગૌમુત્ર ૧૦% અને પંચગવ્ય ૩% નો ૪૫ અને ૬૦ દિવસે ઉપર છંટકાવ કરવાથી વૃધ્ધિ સારી થાય છે.
આંતરખેડ અને નિંદામણ
- પાકને પ્રથમ દોઢ મહિના સુધી નીંદણમુક્ત રાખવો. ૨૦ અને ૪૦ દિવસે આંતરખેડ અને હાથ નિંદામણ કરવું.
રોગ અને જીવાત નિયંત્રણ
- થ્રીપ્સ માટે લીંબોળીના મીંજનું ૫% દ્રાવણનો છંટકાવ કરવો.
- પાનના ટપકાં માટે લીમડાના ૧% દ્રાવણનો છંટકાવ ૩૦, ૫૦ અને ૭૦ દિવસે કરવો.
પિયત અને આંતરપાકો
- સુયા બેસવાની અવસ્થાએ જો ભેજની ખેંચ હોય તો ફુવારા પધ્ધતિથી પિયત આપવું.
- ઉભડી મગફળી સાથે એરંડા અથવા તુવેરને ૩:૧ ના પ્રમાણમાં વાવવાથી વધુ વળતર મળે છે.
કાપણી અને સંગ્રહ
- ઉભડી જાત હાથથી ઉપાડી લેવી. ડોડવામાં ૮% થી વધુ ભેજ ન રહે ત્યારે સંગ્રહ કરવો.
- બિયારણ માટે ફુદીના પાવડરનો ૨.૫% પ્રમાણે ઉપયોગ કરવો.