કસ્તૂરી-૦૪ (Kasturi-04)
પ્રકાર: અર્ધવેલડી મગફળી
વાવણી અને ખાતર
- ૬૦ x ૧૦ સે.મી. ના અંતરે ૧૨૦ કિ.ગ્રા. બિયારણથી વાવણી.
- હેક્ટરે ૮ થી ૧૦ ટન ગળતીયું છાણીયું ખાતર આપવું.
- ગૌમુત્ર ૧0% અને પંચગવ્ય ૩% ના છંટકાવથી પાકની ગુણવત્તા વધે છે.
આંતરખેડ અને નિંદામણ
- પ્રથમ ૨૦ દિવસે અને ફરી ૨૦ દિવસ પછી આંતરખેડ અને હાથ નિંદામણ કરવું.
રોગ અને જીવાત નિયંત્રણ
- લશ્કરી ઈયળ માટે ફેરોમેન ટ્રેપ (૫/હે.) તથા ૫% લીંબોળીના મીંજનું દ્રાવણ છાંટવું.
- પાનના ટપકાં માટે લીમડાના ૧% દ્રાવણનો ઉપયોગ કરવો.
પિયત અને આંતરપાકો
- ડોડવામાં દાણાંના વિકાસ સમયે ભેજની ખેંચ જણાય તો પૂરક પિયત આપવું.
- આડી મગફળીમાં તુવેર (બીડીએન-૨) મગફળીની બે હાર વચ્ચે આંતરપાક તરીકે વાવી શકાય.
કાપણી અને સંગ્રહ
- કાપણી પછી ડોડવાને નાના ઢગલામાં એક અઠવાડિયું સૂકવવા.
- બિયારણ સંગ્રહ માટે ૨.૫% ફુદીના પાવડરનો ઉપયોગ કરવો.